કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની વચ્ચે પણ આજે મોદી સરકારના મંત્રીઓએ સરકારના કાયદાને વ્યાજબી ઠેરવીને વિપક્ષી પાર્ટીઓ પર આરોપો મુકયા હતા.
કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે, ખેડૂતોના નામે અપાયેલા ભારત બંધના એલાનને સમર્થન આપી રહેલા રાજકીય પક્ષો પાખંડી છે.આ જ પક્ષોએ એપીએમસી ખતમ કરવા માટે કાયદો લાવવાની વાત કરી હતી અને તેમના શાસિત રાજ્યોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગને મંજૂરી આપી હતી.હું ફરી કહેવા માંગુ છું કે, MSPનો લાભ ખેડૂતોને પહેલા જે રીતે મળતો હતો તે જ રીતે મળશે .