ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. ધોનીના સન્યાસ બાદ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ધોનીને ખાસ સલાહ આપી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને ધોનીને આગામી ચૂંટણી, 2024 લોકસભા લડવાની સલાહ આપી છે. જોકે ધોનીએ હજુ સુધી કોઇ રાજકીય પાર્ટીનુ સમર્થન નથી કર્યુ.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે પોતાના ટ્વિટર પર લખ્યું- એમએસ ધોની ક્રિકેટમાંથી રિટાયર થઇ રહ્યાં છે, પરંતુ કોઇ બીજી ચીજથી નહીં. પડકારોથી લડવાની તેમની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા તેમને ક્રિકેટમાં બતાવી છે, તેની સાર્વજનિક જીવનમાં પણ જરૂર છે, તેમને 2024માં લોકસભા ચૂંટણી લડવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ધોનીની નેતૃત્વ ક્ષમતાને આખી દુનિયા જોઇ ચૂકી છે. એક ટીમને કઇ રીતે એકસાથે રાખીને મોટા પડકારોને પહોંચી વળતા તે ધોનીને સારી રીતે આવડે છે. આ જ આવડતથી ધોનીએ બે-બે વર્લ્ડકપ ભારતને અપાવ્યા છે.