ભાજપ સાંસદ વરુણ ગાંધીએ એક કાર્યક્રમમાં કહ્યું કે મેં 14 વર્ષથી કોઈ પગાર લીધો નથી, ન તો હું સરકારી ઘરમાં રહું છું. મેં રાજકારણથી કોઈ લાભ ઊઠાવ્યો નથી. બાકી સાંસદો અને ધારાસભ્યો કમીશન ખાય છે, એ પણ 20 ટકા, 30 ટકા... તેમણે કહ્યું કે દુનિયા જાણે છે કે જેમની પાસે ખાવા માટે રોટલો નહોતો તેઓ આજે ફોર્ચ્યુનરમાં ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું ચાર વર્ષ પહેલા તમારી સમક્ષ આ જ ગાડીમાં તમારી સામે આવ્યો હતો અને બની શકે કે ચાર વર્ષ પછી પણ આ જ ગાડીમાં તમારે પાસે આવીશ. તેમણે યુપીના સંસદીય ક્ષેત્ર પીલીભીતમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી.