મધ્ય પ્રદેશમાં રાજકીય ધમાસાણ યથવત છે. મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આમને-સામને છે.
આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા ફરીથી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. આ બેઠકમાં અમિત શાહ પણ હાજર છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સિંધિયા હોટલથી સીધા શાહના ઘરે પહોંચ્યા હતા. જે બાદ બન્ને નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે.
સિ્ધિયાની ભાજપમાં સામેલ થવાની અટકળો
જ્યોતિરાદિત્ય સિંધિયા હાથનો સાથે છોડીને ભાજપમાં સામેલ થવાની અટકળો છે. કહેવાય છે કે, ભાજપ તેમણે મધ્ય પ્રદેશમાં કમલ ખીલવવા બદલ રાજ્યસભાના ઉમેદવાર બનાવી શકે છે. ભાજપના આંતરિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, સિંધિયાની મુલાકાત PM મોદી અને અમિત શાહ સાથે થઈ ચૂકી છે. કહેવાય છે કે, સોમવારે સિંધિયા અમિત શાહ અને વડાપ્રધાન મોદીને મળી ચૂક્યા છે.