આજે ૧૪મી એપ્રિલે ભારતના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે ત્યારે દલિત નેતાઓ જ આમનેસામને આવી ગયા છે. દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે કોઈપણ ભાજપના નેતાને ડૉ.બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર નહીં કરવા દેવાની ચીમકી આપી છે તો સામે ભાજપના સાંસદ ડૉ.કિરિટ સોલંકીએ પણ દાવો કર્યો છે કે ડૉ.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતાં ભાજપના નેતાઓને કોણ રોકશે? એક જ મુદ્દે આ દલિત નેતાઓ જ આમને સામને આવી જતાં તેના ઘેરા પ્રત્યાઘાત દલિત સમાજમાં જોવા મળી રહ્યાં છે.