મધ્યપ્રદેશ સરકારે ગરીબલક્ષી મહત્વની જાહેરાત કરી. રાજ્ય સરકાર ગરીબોને માટે માત્ર 5 રુપિયામાં ભોજન આપશે. દિનદયાળ થાળીના નામે ઓળખાનારી યોજનાનો આરંભ પહેલી એપ્રિલથી કરાશે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં જયલલિતાએ આ જ રીતે ગરીબોના ભોજન માટે અમ્મા કેન્ટિનની શરુઆત કરી હતી.