મધ્યપ્રદેશની શિવરાજ સરકારે જે પાંચ સંતોના રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો જેમાં એક કમ્પ્યુટર બાબાએ સરકાર વિરુદ્ધ નર્મદાગોટાળા રથ યાત્રાની નીકળવાના હતા પરંતુ સરકારના રાજ્યમંત્રી બનતાની સાથે જ તેમના સુર બદલાઈ ગયા છે. કોંગ્રેસ તેને આ વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણી સાથે જોડીને જોઈ રહી છે. પાંચ ધાર્મિક નેતાઓમાં નર્મદાનંદ, કોમ્પ્યુટર બાબા, હરિહરનંદ મહારાજ, પંડિત યોગેન્દ્ર મહંત અને ભય્યુ મહારાજ સામેલ છે.