મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર તેજ થઈ ગયો છે ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશના કાલાપીપલ વિધાનસભા મતવિસ્તારના પોલાઈકલાનમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે અને અહીં શાજાપુરમાં જાહેરસભાને પણ સંબોધશે.