મધ્યપ્રદેશ માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં 88 ઉમેદવારો છે. પાર્ટીએ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ નર્મદા પ્રજાપતિની ટિકિટ રદ કર્યા પછી, કોંગ્રેસે તેમને ફરીથી ગોટેગાંવથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં પ્રજાપતિની ટિકિટ રદ કરવામાં આવી હતી, પરંતુ દબાણને કારણે કોંગ્રેસે બીજી યાદીમાં ગોટેગાંવમાંથી ઉમેદવાર બદલીને પ્રજાપતિને બીજી તક આપી હતી.