સચિન પાયલટે કોંગ્રેસ સામે બળવો કરવાની કિંમત ચુકાવવી પડી છે. પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. ધારાસભ્ય દળની બેઠક બાદ કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ તેની જાહેરાત કરી છે. પાયલટ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાની જાણકારી આપતા સુરજેવાલાએ આક્રમક અંદાજમાં તે પણ યાદ અપાવ્યુ કે, સચિન પાયલટને નાની ઉંમરમાં પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે.
રણદીપ સિંહ સુરજેવાલાએ સચિન પાયલટને કોંગ્રેસમાં આપવામાં આવેલી જવાબદારીઓનો પણ હવાલો આપ્યો હતો. તેમણે કહ્યુ, પાયલટને નાની ઉંમરમાં રાજકીય તાકાત આપવામાં આવી, જે અન્ય કોઈને આપવામાં આવી નથી. 2003માં સચિન પાયલટ રાજનીતિમાં આવ્યા, ત્યારબાદ 26 વર્ષની ઉંમરે 2004માં તેમને કોંગ્રેસે સાંસદબનાવ્યા. 32 વર્ષની ઉંમરે કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. 34 વર્ષની ઉંમરમાં પ્રદેશ અદ્યક્ષની જવાબદારી સોંપી. 40 વર્ષની ઉંમરે નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વ્યક્તિગત આશીર્વાદ સાથે હતા, તેથી આટલું આપવામાં આવ્યું.