બિહારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. નીતીશ કુમારે તાત્કાલિક અસરથી તમામ ધારાસભ્યોને પટણામાં હાજર રહેવાની સૂચના આપી છે અને અગત્યની બેઠક બોલાવી છે. રાજદે પણ તમામ ધારાસભ્યોને પટણામાં રહેવાની તાકીદ કરી છે. તો ભાજપે ધારાસભ્યોને દિલ્હી બોલાવવાની હિલચાલ કરી છે. આ સ્થિતિ વચ્ચે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજને ભાજપ તરફ ઈશારો કરીને ટીકા કરી હતી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરૂદ્ધ ષડયંત્ર ઘડાતું હોવાનો આરોપ લગાવ્યો હતો. નીતીશ કુમારે સોનિયા ગાંધીને ફોન કર્યો હોવાનો દાવો થયો તે પછી ભાજપ-જેડીયુના ગઠબંધનમાં ભંગાણ પડે એવી ચર્ચાએ જોર પકડયું હતું.