Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. માઉન્ટ આબુમાં સતત પડી રહેલા વરસાદના કારણે ચોમેર હરિયાળી છવાઈ છે. ભારે વરસાદના કારણે પહાડોમાં અનેક નદીઓ અને ઝરણાં વહેતા થતાં અદભૂત નજારો સર્જાયો છે. 

માઉન્ટઆબુનું નક્કીલેક છલકાતા સર્જાયા રમણીય દ્રશ્યો સર્જાયા છે. માઉન્ટઆબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલતાં પ્રવાસીઓ મૌસમનો નજારો માણવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. પરંતુ હવે તેઓ આ નજારો નહિ માણી શકે. 

હિલ સ્ટેશન માઉન્ટ આબુ કોરોનાના કહેર વચ્ચે ફરીથી સપડાયુ છે. કોરોના વાયરસના કેસ વધતાં માઉન્ટ આબુમાં 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 

આમ, ગુજરાતીઓ હવે એક અઠવાડિયું માઉન્ટ આબુ નહિ જઈ શકે. કોરોના સંક્રમણને પગલે ચાર મહિના સુધી માઉન્ટ આબુ સહેલાણીઓ માટે બંધ કરાયું હતું. તેથી જ્યારે આબુને અનલોક કરાયું ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા હતા. તો બીજી તરફ, માઉન્ટ આબુમાં કોરોનાના કેસને કારણે ફરી એકવાર સ્થાનિક માર્કેટને ફટકો પડી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ