અમેરિકાની સંસદ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રમુખ સ્વામી મહારાજની 100મી જયંતિ ઉજવવાનો પ્રસ્તાવ મુકાયો છે.
અમેરિકાના સાંસદ એન્ડ્રુ ગારબેરિનો દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરીને કહેવામાં આવ્યુ હતુ કે, પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશો છે કે બીજાની ખુશીમાં જ આપણી ખુશી છુપાયેલી છે.આ સંદેશમાં ઉંડી કરુણા છુપાયેલી છે.
સાંસદે કહ્યુ હતુ કે, પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સેવાની જવાબદારી સંભાનારા લોકોને હંમેશા પ્રામાણિક સલાહ આપી હતી અને લાખો લોકોની આધ્યાત્મિક તેમજ શારીરિક જરુરિયાતો પૂરી કરી હતી.ગુજરાતના ચાણસદ ગામમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજે પવિત્રતાની શોધમાં બહુ નાની ઉંમરે વિનમ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી ભૌતિક સંપત્તિનો ત્યાગ કરીને આધ્યાત્મિક રસ્તે ચાલવુનુ પસંદ કર્યુ હતુ.