બિહારના મોતિહારી જિલ્લામાં ચીમની બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને 16થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ગઈકાલે રામગઢવાના નારીગીર ગામના સારેહમાં બની હતી. ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીના કારણે કાટમાળ હટાવવાની કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. કાટમાળમાં હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. 9 ગંભીર રીતે ઘાયલ લોકોની મોતિહારી, રામગઢવા અને રક્સૌલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતરનું એલાન કર્યું છે.