હૈદરાબાદમાં આજે દુનિયાની તમામ માતાઓનું માથું શરમથી ઝૂકી જાય એવું કૃત્ય કર્યું હતું. પાંચમાં ધોરણમાં ભણતી પોતાની માત્ર નવ વર્ષની માસૂમ દીકરીથી લોટ ઢોળાઈ જતાં માતા એ હદે ગુસ્સે થઈ ગઈ હતી કે તેને દીવાસળી ચાંપી દીધી હતી. આ દીકરી 80 ટકા દાઝી ગઈ છે અને તેને ઓસ્માનિયા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.