વડાપ્રધાન નરેન્દ્ર મોદી એથેન્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, હું પરિવારની વચ્ચે આવ્યો છું. આ શ્રાવણ મહિનો છે, ભગવાન શિવનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં દેશે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો પહેલો દેશ બની ગયો છે. ભારતને દુનિયાભરથી શુભેચ્છા મળી રહી છે. તમામ હિન્દુસ્તાનીઓને શુભકામનાઓ મળી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, આપણે ત્યાં તો ચંદ્રને મામા કહેવામાં આવે છે. આપણી ધરતી માતાને રક્ષા બંધન તરીકે ધરતીથી ચંદ્ર તરફ ચંદ્રયાન મોકલ્યું અને ચંદ્રએ પણ પોતાની બહેન ધરતીની રાખડી માની છે. જ્યાં જશ્નોનો માહોલ હોય છે, ઉત્સવનો માહોલ હોય છે, તો મન કરે છે કે જલ્દીથી જલ્દી પોતાના પરિવારના લોકો વચ્ચે પહોંચી જાય. હું પોતાના પરિવારજનો વચ્ચે આવી ગયો છું.