આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયા પછી અમદાવાદમાં મોટેરાસ્થિત આસારામ આશ્રમમાં સન્નાટો છવાયો છે. આશ્રમની આસપાસના વિસ્તારમાં ધીમે ધીમે નાગરિકો પોતાના ઘરોમાં અંદર જઈ રહ્યાં છે. સોસાયટીઓના નાકે ટોળાં એકઠાં થઈ રહ્યાં છે. આશ્રમમાંથી સાધકો હોબાળો મચાવવા બહાર નિકળે છે કે નહીં તેની પર સહુની નજર છે. અગાઉ સાધકોએ કરેલા તોફાન અહીંના નાગરિકો ભૂલ્યાં નથી. પોલીસ એલર્ટ થઈ છે.