રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કેસો નોંધાઇ ચુક્યા છે, અને એમાં પણ સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદમાં 3400થી વધુ કેસ આવ્યા છે ત્યારે અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાના ડરે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેને પગલે ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માત્ર વૈષ્ણોદેવી સર્કલ અને એપોલો સર્કલથી ગાંધીનગર તરફ જવા દેવામાં આવે છે. તમામ પ્રવેશ પર ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર વાહન ચાલકોના નામ, મોબાઇલ નંબર અને પ્રવેશના કારણ સાથે નોંધણી થઈ રહી છે. ગાંધીનગરમાં IAS અધિકારીઓ અને રાજકારણીઓ રહેતા હોવાથી અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.
આ પહેલા સામાન્ય વહીવટી વિભાગે હોટસ્પોટ, કન્ટેઈનમેન્ટ એરિયા અને રેડઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા માટે સૂચના આપી હતી. જેને પગલે હાલ કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાંથી આવતા કર્મચારીઓને રાહત મળી ગઈ છે. સરકારી વિભાગમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે ઓર્ડર પણ કરી દીધો છે.