વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા લો-પ્રેસરનાં કારણે કચ્છ સહિત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતનાં વિવિધ વિસ્તારોના વાતાવરણમાં એકાએક પલટો આવતા કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકોને આંશિક રાહત મળી છે. જો કે, કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વધારી છે. સોમવારે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતના ચીખલી, સાપુતારા, નવસારી, વાંસદા, વાપી, વ્યારા તેમજ મધ્ય ગુજરાતમાં સાગબારા, છોટા ઉદેપુર, દાહોદ અને સેલવાસમાં હળવા ઝાપટાં પડયાં હતાં. અમદાવાદમાં બપોર બાદ વાદળો આવતાં બફારો વધ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હવામાન પલટાતાં વાદળો ઘેરાયા હતાં. રાજકોટમાં ધૂળની ડમરીઓ ઉડી હતી તો ઈશ્વરિયા ગામમાં છાંટા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વાદળછાયા વાતાવરણથી ગીર સોમનાથ, વલસાડ અને જૂનાગઢની કેસર કેરીને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહીં છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા 15થી 17મી એપ્રિલ સુધી માવઠાની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, વડોદરા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહીતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.