પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણી માટેનું મતદાન 17મી એપ્રિલના રોજ થયું હતું. આજે તેની મતગણતરી સરકારી વિનિયન કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે. પહેલા બેલેટ પેપર અને તે બાદ ઇવીએમની (EVM) મતગણતરી કરવામાં આવશે. ભાજપે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ પક્ષે સુરેશભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા.
ભાજપનાં ઉમેદવાર નિમિષાબેન સુથાર 45,557 મતથી વિજયી બન્યા છે. ભાજપનાં ઉમેદવારને કુલ 67101 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસનાં ઉમેદવાર સુરેશ કટારાને 21,669 મત મળ્યા છે.