મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના 170 ગામડાઓમાં ગુર્જર જ્ઞાતિએ દારુબંધી લાદી. ગુર્જરોના જ્ઞાતિ સંમેલનમાં તબક્કાવાર દારુબંધી લાદવાનું નક્કી થયું. સંમેલનમાં જિલ્લા કલેક્ટર અને ધર્મગુરુની હાજરીમાં આ નિર્ણય લેવાયો. જ્ઞાતિએ નક્કી કર્યું કે જે વ્યક્તિ દારુ પીતા પકડાશે તેને 11 હજાર રુપિયા અને જે વ્યક્તિ દારુ વેચતા પકડાશે તેને 51 હજાર રુપિયાનો દંડ થશે.