ગ્લોબલ ટોબેકો એટલસના એક અહેવાલ અનુસાર ભારતમાં 10થી 14 વર્ષ સુધીના અંદાજે 6.25 લાખ બાળક દરરોજ ધૂમ્રપાન કરે છે. જ્યારે અમેરિકન કેન્સર સોસાયટી અને વાઈટલ સ્ટ્રેટસીજ દ્વારા તૈયાર અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં તમાકુથી થનારી બીમારીઓને કારણે દર વર્ષે અંદાજે 9.32 લાખ લોકોની મોત થાય છે.