રાજસ્થાનમાં એસસી એસટી એક્ટમાં કરવામાં આવેલા ફેરફારના કારણે કોંગ્રેસ અને ભાજપના 250 કરતાં વધારે પદાધિકારીઓનાં રાજીનામા પડ્યાં છે. આ માટે જયપુરમાં એસસી-એસટી એક્ટના વિરોધમાં આયોજીત સર્વ સમાજ સંઘર્ષ સમિતિની સભા મળી હતી. જેમાં 250થી વધારે પાર્ટીના નેતાઓ જોડાયા હતા અને જોત જોતામાં રાજીનામાના ઢગલા થવા લાગ્યા હતા. જેના કારણે ભાજપ અને કોંગ્રેસના બેડામાં ચિંતાના વાદળો ઘેરાવાની શરૂઆત થઇ ગઇ હતી.