સીએનજીની કિંમતમાં થઇ રહેલા ભાવવધારાને પગલે અમદાવાદના બે લાખથી વધુ રિક્ષા ચાલકો આજે સવારે 6 થી સાંજે 6 દરમિયાન પ્રતિક હડતાળ પાડી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. અમદાવાદના રીક્ષાચાલકોના 11થી વધુ એસોસિયેશન-યુનિયનો આ હડતાળમાં જોડાશે. સીએનજીમાં થઇ રહેલો તોતિંગ ભાવવધારો પરત ખેંચવા, સીએનજીને જીએસટીમાં લાવવા, રીક્ષાચાલકોને સીએનજીમાં સરકાર સબસીડી આપે, રીક્ષા ભાડામાં તાકીદે વધારો તેમજ રીક્ષાચાલકો ઉપર પોલીસ દમન બંધ કરવા સહિતની રીક્ષા ચાલકોની માગણી છે.