મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન ૮૪ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાથી જનજીવન પ્રભાવિત થયું હતું. પરંતુ, રાજ્ય સરકારની સતર્કતા અને સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાની થઇ નથી.
ભારે વરસાદને પરિણામે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સતત મોનીટરીંગ અને માર્ગદર્શનના પરિણામે વહીવટીતંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન થયું. મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રૂબરૂ સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં જનજીવનને વધુ નુકશાન થયુ નથી અને ઝડપથી રાબેતા મુજબ બનાવી શકાયું છે.રાજ્યના 10 જિલ્લાના બે લાખથી વધુ લોકોને રૂ. 408 લાખની સહાય ચૂકવાઇ