સતત સાતમા દિવસે કોરોના વાઇરસના દૈનિક કેસો ત્રણ લાખની નીચે રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 2.40 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે 3741 લોકોના મોત નિપજ્યા છે. વધુ નવા કેસો સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા 2.65 કરોડે પહોંચી ગઇ છે. તે સાથે જ વધુ 3741 લોકોના મોત સાથે મૃત્યુઆંક પણ વધીને ત્રણ લાખ નજીક પહોંચી ગયો છે.
જે સાથે દેશમાં એક્ટિવ કેસો ફરી ઘટીને 28 લાખે પહોંચી ગયો છે જે ટોટલ કેસોના 10.57 ટકા છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોને અત્યાર સુધીમાં કોરોના રસીના 21.80 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સાથે જ 40 હજાર જેટલા રસીના ડોઝ પાઇપલાઇનમાં છે અને આગામી ત્રણ દિવસમાં તેને રાજ્યો સુધી પહોંચતા કરવામાં આવશે.