ગુજરાતમાં એન્જિનિયરીંગ કર્યા બાદ 80 % વિદ્યાર્થી બેકાર રહે છે. તેમાંય સિવિલ એન્જિનિયરીંગ જેવી બ્રાંચમાં તો માત્ર બેકારીનું પ્રમાણ 95 % જેટલું ઉંચું છે. રાજ્યમાં 2016માં એન્જિનિયરીંગની 71 હજાર બેઠકોમાંથી 27 હજાર બેઠકો ખાલી રહી હતી.નિષ્ણાતો માને છે કે ડિમાન્ડની સરખામણીએ વધુ સપ્લાય, શિક્ષણની ગુણવત્તા, ઉદ્યોગની જરુરિયાત પૂરી કરી શકે તેવી આવડતનો અભાવ જેવા પરિબળો આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.