જીવલેણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન 3 મેં સુધી લંબાવવામાં આવ્યું છે. જોકે 20 એપ્રિલથી કેટલાક વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાનું ખુદ PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ. જેને ગુજરાતમાં પણ વ્યાપક સમર્થન મળ્યું છે. ગુજરાતમાં લૉકડાઉનમાં છૂટના પ્રથમ દિવસે જ 6 હજારથી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે. આ અંગે ખુદ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં મહાનગર પાલિકા અને નગર પાલિકાની હદને બાદ કરતા અન્ય વિસ્તારોમાં સોશિયલ ડિસન્સિંગના નિયમનું પાલન કરવા સાથે મજૂરોને કોરોનાના સંક્રમણથી બચાવવાના ઉપાયો સાથે ઔદ્યોગિક એકમો પુન:ધમધમતા થયા હતા. જેના કારણે 40 થી 45 હજાર જેટલા મજૂરને રોજગાર પ્રાપ્ત થયો છે.
આ સિવાય આગામી બે દિવસોમાં વધુ 15 હજાર ઔદ્યોગિક એકમો શરૂ કરવાનો અંદાજો છે. જે ઔદ્યોગિક એકમો સોમવારે શરૂ થયા છે, તેમાં મોટાભાગના કેમિકલ્સ, સિરામિક ટાઈલ્સ, સિમેન્ટ અને લઘુ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે.