મહાકુંભ મેળામાં ૬૦ કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. આ માહિતી ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે આપી હતી.
૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો મહા શિવરાત્રિ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ભારતના ૧૧૦ કરોડ સનાતન અનુયાયીઓમાંથી અડધાથી પણ વધુએ પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ૨૬ ફેબુ્રઆરીના રોજ અંતિમ અમૃત સ્નાન સુધીમાં આ સંખ્યા ૬૫ કરોડને વટાવી જેશે.