આતંકવાદીઓને આશરો આપનારૂં પાકિસ્તાન (Pakistan) ગમેત્યારે દેવાળું ફૂંકે તેવી સ્થિતિમાં છે. એક બાજુ દેશનું દેવું 6 લાખ કરોડથી વધારે થઈ ગયું છે. બીજી બાજુ પાકિસ્તાનના મંત્રીઓને ભારત સાથે યુદ્ધના સપના આવે છે. તાજેતરમાંજ પાકિસ્તાનના એક મંત્રીએ નિવેદન આપ્યું હતું કે ઑક્ટોબરમાં ભારત સાથે યુદ્ધ થાય તેવી શક્યતા છે.
દેશના જાણીતા એક સમાચાર પત્રના અહેવાલ મુજબ માર્ચ 2019 સુધીમાં પાકિસ્તાન માથે 85 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડનું દેવું છે. પાકિસ્તાને પશ્ચિમી યૂરોપ અને મધ્ય પૂર્વનાં દેશો પાસેથી મોટી માત્રામાં દેવું લીધું છે. પાકિસ્તાનને સૌથી વધારે કરજ ચીને આપ્યું છે. ઉપરાંત પાકિસ્તાને અનેક આંતરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે ઇન્ટનેશનલ મોનિટરિ ફન્ડ વગેરે પાસેથી લૉન લીધી છે. 6 બિલિયન ડૉલરના બેલઆઉટ પૅકેજ માટે પાકિસ્તાન મે મહિનામાં 23 વાર આઈ.એમ.એફ પહોંચ્યું હતું. આઈ.એમ.એફની શરત મુજબ આ વર્ષે પાકિસ્તાનનાં ભંડોળમાં 40 ટકાનો વધારો થવો જોઈએ.