આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચના ચાદેલિયા ખાતે એક જનસભામાં હાજરી આપી હતી. આદિવાસી સંકલ્પ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતમાં એક કરોડ કરતાં પણ વધારે આદિવાસીઓ રહે છે, સૌને મારા પ્રણામ. સાડા છ કરોડ ગુજરાતીઓને આ મંચ પરથી મારા પ્રણામ. પંજાબના વિજય બાદ આ મારી પ્રથમ જનસભા છે તો અમે આદિવાસીઓને સાથે રાખી રહ્યા છીએ. આદિવાસીઓ પર ખૂબ જ જુલ્મ થયા છે. પહેલા અંગ્રેજોએ કર્યા અને હવે આ લોકો કરી રહ્યા છે. ભારે મોટી વક્રતા કહી શકાય કે, દેશના 2 સૌથી ધનવાન વ્યક્તિ પણ ગુજરાતના છે અને ગરીબ પણ ગુજરાતમાંથી જ છે.'