સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.70 કરોડને પાર પહોંચી ચૂકી છે, જ્યારે 6.64 લાખ લોકોથી વધુ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં પ્રથમ વખત 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 52,123 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 775 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,83,792 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 34,968 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.