ગુજરાતમાં નીટ-યુજીમાં સફળતા પ્રાપ્ત કરનારા 50થી વધુ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પરીક્ષા રદ ન કરવાની માગ કરી છે. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.
અરજકર્તાઓએ માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને પરીક્ષા રદ ન કરવાના નિર્દેશ જારી કરે.
આ ઉપરાંત આ વિદ્યાર્થીઓએ માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને નિર્દેશ જારી કરી જણાવે કે તે એવા વિદ્યાર્થીઓ અને લોકોની ઓળખ કરે કે જે પાંચ મેના રોજ યોજાયેલી નીટની પરીક્ષાનં પેપર લીક કરવામાં સંડોવાયેલા છે.