કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કુલ 46.23 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ દર્દીઓની સારવાર માટે 9,993 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે આયુષ્માન યોજના હેઠળ, યુરોલોજીમાં સૌથી વધુ 678 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી, ત્યારબાદ કાર્ડિયોલોજીમાં 650 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.