દેશભરમાં ખાસ કરીને બિહારમાં 3 દિવસ માટે જિતિયા વ્રતનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો શ્રદ્ધાથી ગંગામાં ડૂબકી લગાવે છે. પરંતુ બુધવારે જિતિયા સ્નાન દરમિયાન અલગ અલગ શહેરોમાં લગભગ 50 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે. એકલા ઔરંગાબાદમાં જ તળાવમાં ન્હાતી વખતે 10 લોકોના મોત થયા હતા. આ સિવાય ચંપારણ, સારણ, સિવાન, પટના, રોહતાસ, અરવલ, કૈમુરમાં પણ અકસ્માતો થયા છે. બિહાર સરકારે આ અકસ્માતોની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. લોકોને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.