ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે.
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે. ત્યારે તાજેતરમાં જ સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.