અમેરિકામાં ફરી એક વખત બેરોજગારી દર ઉંચો જવા લાગ્યો છે અને અત્યાર સુધીમાં વધુ 4 કરોડ લોકોએ બેરોજગારી નોંધાવી છે. ફક્ત કોરોના કાળમાં જ અમેરિકામાં 4.42 કરોડ લોકોની નોકરી ગઇ છે અને તેથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કમસેકમ એક વર્ષ બાદ એચ-1બી વિઝા સહિતના રોજગારી આપતા તમામ વિઝા સસ્પેન્ડ કરવા તૈયારી કરી રહ્યા હોવાના સંકેત છે.
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ટ્રમ્પ વહીવટી તંત્રએ આ માટે તૈયારી કરી લીધી છે અને હવે એચ1 વન બી વિઝા સાથે કોઇ વિદેશી હાલ અમેરિકામાં નોકરી માટે આવી શકશે નહીં.
અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રે વિદેશીઓની બોલબાલા છે અને તેમાં ભારતીયો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવાની છે અને કોરોના સહિતની મશ્કેલીનો સામનો પણ કરવાનો છે તે જોતાં એચ1 બી વિઝા મુલત્વી રાખે તેવા પણ સંકેત છે.