દેશમાં કોરોનાનો કેર યથાવત્ છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાના 3.26 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના એક જ દિવસમાં 3 હજાર 876 દર્દીઓનો ભોગ લીધો. અત્યાર સુધીમાં કુલ 2 લાખ 66 હજાર 229 લોકોને કોરોના ભરખી ગયો છે. એક જ દિવસ દરમિયાન દેશમાં 3.53 લાખ દર્દીઓ સાજા થયા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં એક દિવસના સૌથી વધુ 39 હજાર 923 કેસ નોંધાયા છે. દેશમાં જ્યાં સૌથી ગંભીર સ્થિતિ છે તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.
જો ગુજરાતની વાત કરવામાં આવે તો, કોરોના પર સરકારે નિયંત્રણરૂપી ભરડો લઇ લીધો હોય તેવા રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં એક તરફ કોરોનાના દૈનિક નવા કેસ ઘટી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 27 દિવસ બાદ પહેલીવાર 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે, તો વધુ 104 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા છે.