લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયેલ વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ હિઝબુલ્લાના લોકો ઈઝરાયેલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, તો બીજી રતફ ઈઝરાયલ પણ લેબેનોનમાં મોત વરસાવી રહ્યું છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈઝરાયલે આજે (23 સપ્ટેમ્બર) ફરી લેબેનોનમાં મોટો હુમલો કર્યો છે, જેમાં 270થી વધુ લોકોના મોત અને 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને વચ્ચે સામસામે ભયાનક હુમલા થયા બાદ ઈઝરાયેલે દેશમાં એક અઠવાડિયું ઈમરજન્સી જાહેર કરી દીધી છે.