રાજ્ય સરકારે કર્મચારી લક્ષી નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના ઓગણીસ હજારથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને કુલ 12 % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે. રાજ્ય સરકારનાં અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ 19,359 કર્મચારીઓને લાભ થશે. રાજ્ય સરકારને વાર્ષિક 41.93 કરોડ વધારાનો ખર્ચ થશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19,359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1-7-2018થી 6% તથા તા. 1-1-2019થી વધુ 6% મળી કુલ 12% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ-2019નાં પગાર સાથે ચુકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.41.93 કરોડનું વધારાનું ભારણ પડશે.
તેઓ વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે આજે ચર્ચા-વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરાયો છે.