કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસી નો ડોઝ 18 કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાત્રે આઠ વાગ્યા સુધી દેશમાં કોવિડની આપવાની કુલ સંખ્યા 18,04,29,261 છે. કોવિડ-19 રસીકરણ અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ 18 કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના 18 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત (India) સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં પહોંચી ગયું છે. USAને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચીન (China) ને 119 દિવસ લાગ્યા હતા.
અત્યાર સુધીમાં 18,04,29,261 આપવામાં આવેલા કોવિડ રસી (Covid vaccine) ના ડોઝમાંથી 96,27,199 સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તથા 66,21,675 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટ વોરિયર્સ 1,43,63,754 કર્મચારીઓને પ્રથમ ડોઝ તથા 81,48,757 લાખ કર્મચારીઓને બીજો ડોઝ મળી ચૂક્યો છે. મંત્રાલયે કહ્યું કે 18-44 વર્ષના કુલ 42,55,362 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.