અમદાવાદમાં વિકએન્ડ કરફ્યુના કારણે લોકોની યાતનામાં વધારો થયો છે. રાજ્ય સરકારે દિવાળીના તહેવારોમાં કોઇ નિયંત્રણ મૂક્યાં નહીં, પરિણામે કોરોના સંક્રમણના કેસોમાં વિક્રમી વધારો થયો છે અને હવે વિકએન્ડમાં કરફ્યુનો અમલ કરાવવામાં આવતા બહારથી ફરીને અમદાવાદ આવી રહેલા પ્રવાસીઓની સ્થિતિ કફોડી બની છે.
આ સાથે અમદાવાદમાં શુભમુહૂર્તમાં 1500થી વધુ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે રદ્દ કરી દેવામાં આવ્યું છે. લગ્ન ઇચ્છુક પરિવારોએ પાર્ટી પ્લોટમાં ભરેલી ડિપોઝીટ પાછી લેવા સંચાલકો પર દબાણ શરૂ કર્યું છે. લગ્નની મોસમ શરૂ થઇ છે અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે જે પરિવારોએ લગ્નહોલ બુક કરાવ્યા હતા તે પરિવારો ફસાઇ ગયા છે.