હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગમાં 116 લોકોનાં મોત થયા છે. અનેક મૃતદેહની ઓળખ હજુ બાકી છે, 18ની સારવાર ચાલુ છે. હાથરસમાં NDRF અને SDRF ની બે ટીમોને તૈનાત કરાઈ છે. ફોરેન્સિક અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ સમિતિએ ઘટનાસ્થળે જઈ પુરાવા એકઠાં કર્યા છે. તપાસ સમિતિ આજે સરકારને રિપોર્ટ સોંપશે. યુપી સરકારના બે પ્રધાન અને મુખ્ય સચિવે ઘટનાસ્થળે ધામા નાખ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે હાથરસ જશે.