Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રસિદ્ધ અંબાજી ધામમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ હોય છે. અને પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી જાય છે. જોકે મોટા ભાગના ભક્તો પગ પાળા અંબાજી જાય છે. પોતાના વતન બસમાં પરત ફરે છે. ત્યારે ભક્તોને પોતાના વતન સુધી પહોચાડવા માટે એસટી નિગમ સજ્જ બની ગયું છે. અંબાજીથી વધારાની 1100 બસો ભક્તો માટે દોડાવાશે.

લાખો ભક્તોને અંબાજી જવા અને આવવામાં પરિવહન માટે એસટી બસ મળી રહે તે માટે એસટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં ચાર વિભાગ ઊભા કરાયા છે. અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને હિંમતનગરથી 1100થી વધુ બસ દોડાવવામાં આવશે. અમદાવાદમાંથી 250થી વધુ બસો દોડાવાશે.

અંબાજી આવતા ભક્તો માટે બસ પર હંગામી ધોરણે પેસેન્જર રેક, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઈક એનાઉન્સની વ્યવસ્થા, બૂથ ઉપરથી મોબાઈલ સંપર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એસટી નિગમના જનરલ મેનેજર નિખિલ બર્વેએ જણાવ્યું હતું કે ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ, ડેપો ખાતે ફાયર ફાઈટરની વ્યવસ્થા, બેનર, હોર્ડિંગ્સ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા કરાઇ છે.

પોલીસ વિભાગ દ્વારા 10 વોકીટોકી સેટ એસટી વિભાગને ફાળવવામાં આવ્યા છે. ગબ્બર ત્રણ રસ્તા અને આરટીઓ ત્રણ રસ્તા-ડીસા, પાલનપુર, સિદ્ધપુર, થરાદ, દિયોદર, રાધનપુર જવા માટે બસ મળશે. GMDC મેદાન-અમદાવાદ અને સાબરકાંઠા, ગોધરા, ન‌ડીયાદ જવા માટે બસ મળશે. સમગ્ર વ્યવસ્થા માટે ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સુપરવાઇઝર અને અધિકારી સહિતના 1300થી વધુ કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ