શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર 15 દિવસીય રક્તદાન અભિયાનની શરૂઆત થઈ હતી. તેના પ્રથમ દિવસે જ આશરે 1 લાખ જેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને તે સાથે જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતે જ આ અંગેની જાણકારી આપી છે. તેમણે પોતે પણ સફદરજંગ હોસ્પિટલના બ્લડ બેંક કેમ્પમાં રક્તદાન કર્યું હતું. શનિવારે સાંજ સુધીમાં 87,137 લોકોએ રક્તદાન કરીને રેકોર્ડ બનાવ્યો હતો અને તે આંકડો રાત સુધીમાં વધીને 1 લાખને પાર કરી ગયો હતો.