દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે એક દિવસમાં ફરીથી 25 હજાર જેટલા નવા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24879 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 487 કોરોના સંક્રમિતોના મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરેલા આંકડા પ્રમાણે, હવે દેશમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 7,67,296 પર પહોંચી ગઈ છે. જ્યારે 21,129 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે રાહતની વાત છે કે, 4,76,377 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. જ્યારે હાલ દેશમાં 2,96,789 કોરોનાના એક્ટિવ કેસ છે.