દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે અત્યાર સુધી 10 લાખ જેટલા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જ્યારે 24 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 34,956 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 687 મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 10,03,682 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધી 25,602 લોકોનો જીવ ભરખી ચૂક્યો છે. હાલ દેશમાં 3,42,473 એક્ટિવ કોરોના કેસ છે. જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 6,35,757 કોરોના સંક્રમિતો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.