મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આજે ફરીથી એક વખત એક જ દિવસમાં કોરોનાથી મરણનો રેકોર્ડ તૂટી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન 2682 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધવાનો ટ્રેન્ડ સતત ચાલી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે, શુક્રવારે 8381 કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યાં છે. દેશમાં કોઈ પણ રાજ્યમાં આ એક દિવસમાં સ્વસ્થ થયેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે.
મહારાષ્ટ્રમાં હવે કુલ કોરોના કેસોની સંખ્યા 62,228 સુધી પહોંચી ચૂકી છે. જ્યારે રાજ્યમાં આ વાયરસથી 2098 લોકોના મરણ થયા છે.