જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 17 હજાર જેટલા નવા કેસો સામે આવ્યા છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,922 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 418 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,73,105 પર પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના 1,86,514 એક્ટિવ કેસો છે, જ્યારે 14,894 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જો કે રાહતની વાત એ છે કે, દેશમાં અત્યાર સુધી 2,71,696 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.