કોરોના વાયરસનો કહેર હજુ પણ સમગ્ર વિશ્વમાં યથાવત છે અને અમેરિકામાં મોતનો વધતો જતો આંકડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1260 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શુક્રવારે નોંધાયેલા આ મરણ બાદ અમેરિકામાં કોરોના મહામારીના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 95,276 થઈ ગઈ છે. જો કે અમેરિકામાં 4,03,000 લોકોએ કોરોનાને હરાવ્યો છે, એટલે કે તેઓ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, દેશમાં કોરોના વાયરસના કુલ 15,88,322 કેસો છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ ન્યૂયોર્કની છે, જ્યાં 3,58,154 કોરોના સંક્રમિતો સામે આવ્યા છે અને 28,743 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જે બાદ ન્યૂજર્સીમાં 10,985ના મોત, માસાચ્યૂસેટ્સમાં 6148 અને મિશિગનમાં 5129 મરણ નોંધાયા છે.